દાહોદમાં કોરોના સંક્રમણની સ્થિતિનો ક્યાસ કાઢતા ઓએસડી શ્રી વિનોદ રાવ : દાહોદમાં કોરોનાના દર્દીઓને મળતી સારવારથી સંતૃષ્ઠિ વ્યક્ત કરતા શ્રી રાવ

કોરોના વાયરસના દર્દીઓને આપવામાં આવતી સારવારની સુવિધાની સમીક્ષા કરવા માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી શ્રી વિનોદ રાવે દાહોદની મુલાકાત લીધી હતી અને અહીં સારવાર માટે ઉપલબ્ધ સુવિધા તથા સંસાધનો પ્રત્યે સંતૃષ્ઠિ વ્યક્ત કરી હતી.

દાહોદ આવી પહોંચેલા શ્રી રાવ કલેક્ટર શ્રી વિજય ખરાડી સાથે ઝાયડ્સ સિવિલ હોસ્પિટલ ખાતે જાત નિરીક્ષણ કરવા માટે ગયા હતા. જ્યાં તેમણે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી પ્રણાલી મુજબની સવલત પ્રમાણે દર્દીની સારવા થાય છે કે કેમ ? એ બાબતનું નિરીક્ષણ કર્યું હતું. દાહોદ જેવા છેવાડાના વિસ્તારમાં અદ્યતન સુવિધા સાથે દર્દીઓની થઇ રહેલી સારવારથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

અહીં તેમણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા એક દર્દી સાથે વિડીઓ કોલિંગ મારફતે ચર્ચા કરી હતી અને તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા. સારવાર કેવી રીતે થઇ રહી છે ? એ વિશેની વિગતો પણ દર્દી પાસેથી જાણી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો અને સ્ટાફ નર્સ સાથે પણ શ્રી રાવે ચર્ચા કરી હતી. તેમણે દર્દીના પરિજનો માટે શેલ્ટર બનાવવા માટે સૂચન કર્યું હતું. જો કે, આ શેલ્ટર બનાવવા માટેની કામગીરી શરૂ હોવાની વિગતો તેમને આપવામાં આવી હતી.

કલેક્ટર શ્રી ખરાડીએ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.

આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા તથા ઝાયડ્સના ડો. સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!