“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત નગરાળા ખાતે યોજાયેલ શિબિરમાં કુલ ૧૮૪૨ લાભાર્થીઓને લાભ અપાયા


દાહોદ તા.૦૫

“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત દાહોદ તાલુકાના નગરાળા ગામે મુખ્ય પ્રા. શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્યશ્રી ૧૩૩–ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, મામલતદા૨શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ગામ આગેવાનો, ગ્રામજનો તથા વિવિધ વિભાગના અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓ હાજર હતા. આ કાર્યક્રમમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ-૧૨ ગામોના ૧૫૦૦ જેટલા લોકોએ ભાગ લઈ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો.

જેમાં આરોગ્ય વિભાગ – ૧૩૫, જન સેવા કેન્દ્ર – ૫૬, આઈ.સી.ડી.એસ. – 30, ખેતીવાડી વિભાગ ૧૧૯, આધાર કાર્ડ – ૪૫, પશુ પાલન (પશુરસીકરણ) – ૧૫૫, એમ.જી.વી.સી.એલ. – ૨૬, આવકના પ્રમાણપત્ર – ૨૩૯, જન્મ-મરણ પ્રમાણપત્ર – ૨૫, બી.પી.એલ. દાખલા – ૨૪૭, આકારણી – ૧૬૦, ઘરવેરાની પહોંચ – ૮૯, રહેઠાણ અંગેના દાખલા – ૨૨૧, ઓળખાણ અંગેના દાખલા – ૨૪૪, પુનઃ લગ્ન ન હોય તે અંગેના દાખલા – ૫૧ આમ કુલ મળીને ૧૮૪૨ લાભાર્થીઓને આ અંગે લાભ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!