દાહોદ જિલ્લામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિતે સાસુ-વહુ સંમેલન યોજાયું : લીલવા ઠાકોર અને પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થીમ-“માં બનવાની ઉંમર એજ , જયારે શરીર અને મન તૈયાર હોય” હેઠળ કાર્યક્રમ યોજાયો


દાહોદ તા.૧૫
વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર લીલવા ઠાકોર તેમજ ગરબાડા તાલુકાના પાંચવાડા ખાતે સાસુ વહુ સંમેલન યોજાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગામમાંથી લક્ષિત દંપતી અને તેમની સાસુઓને બોલાવીને વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન કરવા, બાળલગ્નો અટકાવવા, નાનું કુટુંબ-સુખી કુટુંબ, લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ, અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો, કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી, સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા સરકારશ્રી તરફથી આર્થિક લાભો અને દિકરી યોજના વિશે ખૂબજ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન પુરુષ નસબંધીમાં સહભાગીદારી વધે તે માટે પુરુષોને અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ સાસ–વહુઓને કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉંમરે લગ્ન કરવા, બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું, પોસ્ટ પાર્ટમ કુટુંબ નિયોજન, કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી, ગર્ભપાત પછીના કુટુંબ નિયોજન વિશે માહિતી આપી. તેમજ કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ/સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે જરૂરી IEC અને સંસાધનના માધ્યમ થકી લોકોમાં જન જાગૃતિ ફેલાવામાં આવી. વધુમાં હાજર તમામ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરીને તેમને જોખમી/અતિ જોખમી સગર્ભા ના ચિન્હો અને લક્ષણો વિશે માહિતી આપીને નિયમિત સગર્ભા તપાસ, સુરક્ષિત પ્રસુતિ, સુરક્ષિત માતા અને સ્વસ્થ બાળક વિશે સમજણ આપી.


Monetize your traffic with our affiliate program—sign up now! https://shorturl.fm/XRjkN