દાહોદ તાલુકાના કોટડા બુઝર્ગ ગામે રમાતા જુગાર પણ કતવારા પોલીસનો સપાટો : રૂપિયા ૧૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારીયા પકડાયા : એક ફરાર
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના કોટડા બુઝર્ગ ગામે નિશાળ ફળિયામાં પત્તા પાના વડે રમાતા હારજીતના જુગાર પર કતવારા પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ચાર જુગારીયાઓ પૈકી ત્રણ જુગારીયા ઓને રૂપિયા ૧૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું તેમજ એક જુગારીયો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
શ્રાવણ માસને આડે હવે ગણતરીના ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં શ્રાવણીયા જુગાર નો આરંભ થઈ ચૂક્યો છે. તેવા સમયે સાંજના સુમારે પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ કતવારા પોલીસને બાતમી મળી હતી કે, કોટડા બુઝર્ગ ગામે નિશાળ ફળિયામાં કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીને આધારે કતવારા પોલીસ તાબડતોબ કોટડા બુઝર્ગ ગામે નિશાળ ફળિયામાં આવેલ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. અને ત્યાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા જુગારીયાઓને ચારે બાજુથી ઘેરી લઈ ઓચિંતો છાપો મારી સ્થળ પરથી જુગાર રમી રહેલા દાહોદ તાલુકાના રાછરડા ગામે ગુજરાત ગ્રામીણ બેંકની સામે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ૩૭ વર્ષીય દિનેશભાઈ કનુભાઈ હાડા, દાહોદ તાલુકાના બોરખેડા ગામે લબાના ફળિયામાં રહેતા ૩૯ વર્ષીય ભુપેન્દ્રભાઈ રઘુનાથસિંગ નાયક તથા દાહોદ તાલુકાના હિમાલા ગામના ગામતળ ફળિયામાં રહેતા ૩૪ વર્ષીય શ્રેયકુમાર વિનોદભાઈ પડવાલને પકડી પાડ્યા હતા. અને જુગાર રમી રહેલા રાછરડા ગામના ગામતળ ફળિયામાં રહેતાં ઉમેદભાઈ ગોરધનભાઈ બાકલીયા પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. કતવારા પોલીસે પકડેલા ઉપરોક્ત ત્રણ જુગારીયાઓની અંગ ઝડતીમાં થી તેમજ દાવ પરથી મળી કુલ રૂપિયા ૧૭,૫૦૦/-ની રોકડ તેમજ પત્તાની કેટ મળી કુલ રૂપિયા ૧૭,૫૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત ત્રણ સહિત કુલ ચાર જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/zi209