આગામી તા. ૭ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન દાહોદ ગ્રામ્ય, લીમખેડા, ગરબાડાના વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો સમારકામ અર્થે બંઘ રહેશે
સુભાષ એલાણી
દાહોદ તા.૫
આગામી તા. ૭ થી ૧૨ સપ્ટેમ્બર સુધી દાહોદ ગ્રામ્ય, લીમખેડા, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, લીમડી, ફતેપુરા અને ઝાલોદના વિવિધ સબ ડીવીઝનના ૧૧ કેવી ફીડરો પર અગત્યનું સમારકામનું કામ કરવાનું હોય આ વિસ્તારના નીચે જણાવેલા ફીડર ધરાવતા વિસ્તારોમાં વીજપુરવઠો બંઘ રહેશે. જેની નાગરિકોને નોંધ લેવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લી. ના દાહોદ જિલ્લાની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી એસ.એલ. વર્માએ એક યાદીમાં જણાવ્યું છે.
તા. ૭ સપ્ટેમ્બરના રોજ ચંદવાના, કઠલા, ધમરડા, ઉસરા, મંગલ મહુડી, નવાનગર, માંડોર, ઝાબુ, દાદુર, ગરબાડા, કાલિયકોટા, રામા, મોટીઝરી, પટવાન, વિસ્લંગા, ચાકલીયા, દંતગઢ, ટાડાગોલા, ઢોલાખાખરા, સુખસર, મારગલા, આફવા, પાડલિયા, ઢધેલા, નટવા, વેલપુરા, ગરાડું, માંડલી ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
તા. ૮ સપ્ટેમ્બરના રોજ ઉંચવાણિયા, રછરડા, છાપરી, તારમી, ઝરી બુઝર્ગ, ગરબાડા, પંચવાડા, સીમાલીયા, વડ્ભેત, બારા, ઘૂમલી, કંજેટા, ધાનપુર, કરમ્બા, કુણી, સિંગાપુર, લીમડી, કંકાસિયા, ડુંગરા, ઘૂઘસ, ફતેપુરા, માધવા, પીછોડા, નેનકી, કદવાલ, માંડલી, સાપોઇ, તારમી ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
તા. ૯ સપ્ટેમ્બરના રોજ પાણીવેલા, કટારાનીપાલી, નવાનગર, માંડોર, ઝાબુ, દાદુર, ગરબાડા, કાલિયકોટા, રામા, મોટીઝરી, પટવાન, વિસ્લંગા, ચાકલીયા, દંતગઢ, ધોળાખાખરા, સુખસર, મારગલા, આફવા, પાડલિયા, ઢધેલા, નટવા, વરોડ, રણિયાર, બિમાયલી, સાપોઇ ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ ઉસરા, મંગલમહુડી, ઝરી, બુઝર્ગ, ગરબાડા, પંચવાડા, સીમાળિયા, ગોલ્લાવ, ભેદરવાજા, રિછવાની, ઘૂમણી, કંજેતા, કરમ્બા, કુણી, સિંગાપુર, લીમડી, મોટા નટવા, મારગડા, પાડલિયા, ઢધેલા, આફવા, સુખસર, ગામડી, નેનકી, કદવાલ, વેલપુરા, ગરાડું ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ છાપરી, તારમી, નવાનગર, માંડોર, ઝાબુ, દાદુર, ગરબાડા, બામરોલી, જુનાબારીયા, બાકરોલ, પટવાન, વિસ્લંગા, કાળાપીપલ, ઢોલાખાખરા, રૂપાખેડા, લીમડી, મલવાસી, તાડગોળા, સુખસર, મારગલા, આફવા, પાડલિયા, બોરીદા, ઢધેલા, વરોડ, રણિયાર, બિયામલી, સાપોઇ ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ અભલોડ, જેસવાડા, પાંદડી, દાદુર, ઘૂમલી, કંજેટા, ઇટા, ઢઢેલા ખાતે વીજપુરવઠો બંઘ રહેશે.
#Sindhuuday Dahod