ઝાલોદ જુની આરટીઓ ચેકપોસ્ટ નજીક રોડ પર

દાહોદ ૦૭

ઝાલોદ જુની આરટીઓ ચેકપોસ્ટ નજીક રોડ પર

બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રકના ક્લીનરનું મોત

એક ટ્રક ચાલકે તેના કબજાની રાજસ્થાન પાસીંગની ટ્રક પુરપાટ દોડાવી ઝાલોદ જુની આરટીઓ ચેકપોસ્ટ નજીક રોડ પર આગળ જતી ટ્રકને ડ્રાઇવર સાઈડના પાછળના ભાગેથી ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં રાજસ્થાન પાસિંગની ટ્રકના ક્લીનરને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર એક ટ્રક ચાલાક તેના કબજાની આરજે ૦૮-જીએ-૭૭૯૮ નંબરની રાજસ્થાન પાસીંગની ટ્રક રાત્રિના અગીયાર વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ઝાલોદ જુની આરટીઓ ચેકપોસ્ટ નજીક રોડ પર આગળ જતી રાજસ્થાનના બાસવાડાના સાગરભાઇ બરીયાભાઇ ડામોરના કબજાની એપી ૨૬ટીડી-૮૫૦૫ નંબરની ટ્રકને ડ્રાઇવર સાઈડના પાછળના ભાગેથી જોશભેર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં રાજસ્થાન પાસીંગની ટ્રકના ક્લીનર રાજસ્થાનના બુંદી ગામના અક્લામભાઈ અલ્લાદીન ગદ્દી (મુસલમાન) ને બંને પગના ભાગે તેમ જ શરીરે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે 108 મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધ બાસવાડાના સાગરભાઇ બરીયા ભાઈ ડામોરે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે રાજસ્થાન પાસિંગની પ્રાર્થના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!