નડિયાદમાં મહાનગરપાલિકાએ ૩૦થી વધુ ગેરકાયદેસર દબાણો તોડ્યા

નરેશ ગનવાણી નડિયાદ

નવનિયુક્ત નડિયાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાંથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની મેગા કામગીરીનો શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.બેફામ બનેલા દબાણકર્તાઓમાં આ કાર્યવાહીને લઈને ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાનગરપાલિકાની ટીમ જેસીબી મશીન સાથે શહેરના મુખ્ય માર્ગો પર પહોંચી હતી અને ગેરકાયદેસરના કાચા-પાકા બાંધકામોને ધ્વસ્ત કર્યા હતા. મુખ્યત્વે અમદાવાદી દરવાજા અને સોશિયલ ક્લબની આસપાસના રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અહીં રોડની અડચણરૂપ ૩૦થી વધુ શેડ તેમજ ઓટલા બનાવીને કરાયેલા દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા પોલ પણ હટાવી દેવાયા હતા. આ દબાણો દૂર થતાં વાહનવ્યવહાર માટેનો માર્ગ ખુલ્લો અને વિશાળ થયો હતો. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા  લાંબા સમયથી કાર્યવાહી ન થવાને કારણે દબાણકર્તાઓએ મનસ્વી રીતે રોડ સુધી દબાણ કરી દીધું હતું. તંત્રએ દબાણ તોડી પાડી હવે ફરીથી દબાણ ન કરવા માટે પણ સખત તાકિદ કરી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ શહેરમાંથી અન્ય ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.

One thought on “નડિયાદમાં મહાનગરપાલિકાએ ૩૦થી વધુ ગેરકાયદેસર દબાણો તોડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!