દાહોદ તાલુકાના રોઝમ ગામે હાઈવે રસ્તા પર ગતરોજ એક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જાતજાતામાં
દાહોદ તા.૧
દાહોદ તાલુકાના રોઝમ ગામે હાઈવે રસ્તા પર ગતરોજ એક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જાતજાતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. સદ્નસીબે ગાડીમાં કોઈ સવાર ન હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ગતરોજ બપોરના ૨ વાગ્યાના સમયગાળા દરમ્યાન દાહોદ તાલુકાના રોઝમ ગામે હાઈવે રોડ ઉપર સુરેશભાઈ રણજીતસિંહ રાજપુત પોતાની ઝાયલો ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં ગાડીમાં આગ લાગી હતી અને સુરેશભાઈ રણજીતસિંહ રાજપુત ગાડીમાંથી ઉતરી બહાર આવી ગયા હતા. આગની અગનજ્વાળાઓમાં ગાડી લપેટાઈ ગઈ હતી.વધુમાં જાણવા મળ્યા અનુસાર એન્જીનમાં હીટ થઈ જવાથી આગ લાગી હોવાનુ પ્રથમ તબક્કે આશંકા વ્યક્ત કરાઈ રહી છે.