કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની ઓનલાઇન બેઠક યોજાઇ

દાહોદ તા.૭
કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં અનુસુચિત જાતિ પેટા યોજના સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિ (અત્યાચાર નિવારણ) અને જિલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ (ગ્રામ્ય અને શહેરી)ની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ બિનસરકારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ખાસ અંગભૂત યોજના હેઠળ કરેલા ખર્ચની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ નગરપાલિકાઓમાં અને મોટી ગ્રામ પંચાયતોમાં ભુગર્ભ ગટરો હોઇ સફાઇકર્મીને ન ઉતરે અને સલામતીના સાધનો, મશીનો, નગરપાલિકા-ગ્રામપંચાયતો દ્વારા વસાવી સફાઇ કરવા બાબતે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નાયબ નિયામક, અનુસુચિત કલ્યાણ શ્રી એન.એલ. બગડા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: