દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૨૨૨ને પાર થઈ ગયો
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૨૨૨ને પાર થઈ ગયો છે જ્યારે એક્ટીવ કેસની સંખ્યા ૧૭૯ને પાર કરી ગઈ છે.
આર.ટી.પી.સી.આર.ના ૮૫૨માંથી ૧૦ અને રેપીટ ટેસ્ટના ૧૫૧૫માંથી ૦૬ એમ આજે દાહોદ જિલ્લામાં ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ ૧૬ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડામાંથી ૦૧ અને ધાનપુરમાંથી ૦૩ કેસોનો સમાવેશ થાય છે. આજે વધું ૨૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૭૯ને પહોંચી છે જ્યારે દાહોદ જિલ્લામાંથી અત્યાર સુધી કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા ૮૨ થઈ ગઈ છે.
#Sindhuuday Daod