દે.બારીયાના એક વેપારીને ઓછા ભાવે લોખંડ આપવાની લાલચે ભાવનગરના બે ગઠીયા ૪.૬૩ લાખનો ચુનો લગાડી ફરાર
દાહોદ, તા.૩
બજારભાવ કરતા ઓછા ભાવ લોખંડના સળીયા તથા પતરા ખરીદવાની લાલચમાં દે.બારીયાના એક વેપારીએ એડવાન્સમા પૈસા મોકલી આપ્યા છતા ભાવનગરના બે ગઠીયાઓએ માલ ના મોકલી તેમજ આપેલ પૈસા પરત ન આપી ૪.૬૩ લાખ રૂપિયાનો ચુનો લગાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા નગરમાં ધાનપુર રોડ પર રહેતા અને પધ્માવતી સેલ્સ એજન્સી નામની સીમેન્ટ, પતરા તથા લોખંડના સળીયાની દુકાન ચલાવતા અમરબાબુ ચંદનબાબુ જૈનને દલાલીનુ કામ કરતા ભાવનગરના સિહોર ગામના શૈલષભાઈ વેદાણીએ તમો ભાવનગરની કરણ એસોસીએટમાંથી લોખંડની ખરીદી કરો તો બજાર ભાવ કરતા એક કિલોએ ૧ રૂપિયો ર૦ પૈસા ઓછા ભાવે મળશે તેવી વાત કરતા અમરબાબુ જૈને કરણ એસોસીએટના માલીક આશીષભાઈને વાત કરતા આશિષભાઈએ એડવાન્સ પૈસા જમા કરવા તો જ બજાર ભાવ કરતા ઓછા ભાવ મળશે તેવી વાત કરતા અને વિશ્વાસ અને ભરોસો આપતા અમરબાબુ જૈને લોખંડના સળીયાની એક ગાડીનો ર૯.૭.ર૦૧૯ના રોજ ઓર્ડર આપી એડવાન્સ પેટ રૂા.૪,૬૩,પ૪૬ જમા કરાવ્યા હતા. પરંતુ શૈલેષભાઈ વેદાણી નામના દલાલ તથા કરણ એસોસીએટના માલિક આશિષભાઈ એકબીજાના મેળપીપણાથી દે.બારીયાના પધ્માવતી સેલ એજન્સીના માલિક અમરબાબુ જૈન સાથે વિશ્વાસઘાત કરી એક ગાડી સીમેન્ટના સળીયા નહી મોકલી છેતરપીંડી કરતી. ત્યાર બાદ અમરબાબુ જૈન એડવાન્સ પેટે આપેલ પૈસાની માંગણી અવાર નવાર કર્યા છતા તે પૈસા પરત ન આપતા આ સંબંધે દે.બારીયા પધ્માવતી સેલ્સ એજન્સીના માલીક અમરબાબુ ચંદનબાબુ જૈન નોંધાવેલ ફરીયાદના આધારે દે.બારીયા પોલીસ ભાવનગરના દલાલ શૈલેષભાઈ વેદાણી તથા કરણ એસોસીએટના માલિક આશીષભાઈ વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod

