ઝાલોદ તાલુકાના મહુડી ગામેથી પોલીસ રૂા.૪,૮૩,૮૪૦ના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે આઈસર ટેમ્પો કબજે લીધો
દાહોદ તા.૦૬
ઝાલોદ તાલુકાના મહુડી ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક આયસર ટેમ્પામાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૪૪ કુલ કિંમત રૂા.૪,૮૩,૮૪૦ના જંગી જથ્થો કબજે કરતાં પોલીસને જાેઈ આઈસર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે.
ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ આજરોજ સવારના ૯ થી ૧૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મહુડી ગામે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી પરંતુ પોલીસને જાેતાની સાથે જ આઈસર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ આઈસર ગાડીમાં લદોલદ વિદેશી દારૂનો જથ્થો ભરેલ હતો. પોલીસે ગણતરી કરતાં ૧૪૪ પેટીઓમાં ૬૯૧૨ બોટલો કિંમત રૂા.૪,૮૩,૮૪૦ નો જંગી જથ્થા સાથે આઈસરની કિંમત મળી કુલ રૂા.૯,૮૩,૮૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuyda Dahod