એલ.સી.બી.પોલીસનો સપાટો ઃ લીમખેડાના પાણીયા ગામેથી રૂા.૨.૪૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ગાડીના ચાલકની અટક ઃ ગાડી મળી કુલ રૂા.૫.૪૬ લાખનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૨૨
લીમખેડા તાલુકાના પાણીયા ગામે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમી દર્શાવેલ એક સ્કોર્પિયો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી સ્કોર્પિયો ગાડીના ચાલકને ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૦૧૮ કિંમત રૂા.૨,૪૦,૨૦૦ના જંગી જથ્થા સાથે ગાડી મળી કુલ રૂા.૫,૪૬,૨૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લીધાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતિઓને અંકુશમાં લાવવા દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને તેના ભાગરૂપે દાહોદ એલ.સી.બી.પોલીસ પણ સતર્ક બની છે. આ દરમ્યાન દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ મોડીરાત્રીના સમયે લીમખેડા તાલુકાના પાણીયા ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીના દર્શાવેલ એક સ્કોર્પિયો ગાડી ત્યાંથી પસાર થતાં તેને ઉભી રાખવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ભગાવી હતી અને તે સાથે જ એલ.સી.બી.પોલિસે આ સ્કોર્પિયો ગાડીનો પીછો કરી ઉમેદપુરા જવાના રસ્તા પરથી સ્કોર્પિયો ગાડીના ચાલકને ગાડી સાથે દબોચી લઈ તેનું નામ પુછતાં ચાલકે પોતાનું નામ અંકિતભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે.પંચેલા, રેલ્વે કોલોની બાજુમાં,તા.દેવગઢ) જણાવ્યું હતું. આ બાદ પોલીસે સ્કોર્પિયો ગાડીની તલાસી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૨૦૧૮ જેની કિંમત રૂા.૨,૪૦,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે મોબાઈલ ફોન નંગ.૨ કિંમત રૂા.૬૦૦૦ અને સ્કોર્પિયો ગાડીની કિંમત મળી કુલ રૂા.૫,૪૬,૨૦૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod




