દાહોદ જિલ્લામાં માનવ ભક્ષી દિપડાનો આતંક ફરી સામે આવ્યો છે.

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં માનવ ભક્ષી દિપડાનો આતંક ફરી સામે આવ્યો છે. ધાનપુર તાલુકાના ભાણપુર ગામે આજે વહેલી સવારે લાકડા વિણવા ગયેલી ૫૦ વર્ષીય આધેડ મહિલા ઉપર દિપડાએ હુમલો હિંસક હુમલો કરી ફાડી ખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ માનવ ભક્ષી દિપડાએ ત્રણ લોકોનો ભોગ લીધો અને અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે,દિપડાને ઝડપી પાડવા આઠ પાંજરા મુક્યા છે અને વન વિભાગના ૧૫૦ કર્મચારીઓ કામે લાગ્યા છે છતાં પણ આ માનવ ભક્ષી દિપડાના હુમલાને પગલે તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દિનપ્રતિદિન માનવ ભક્ષી દિપડાએ આતંક મચાવ્યો છે અને જેને પગલે ધાનપુર તાલુકાના પ્રજાજનોમાં ભયનો માહોલ પણ ફેલાવા પામ્યો છે અને લોકોનુ ઘરની બહાર નીકળુ પણ મુશ્કેલી બની ગયુ છે.આજરોજ ફરીવાર બનેલી ઘટનામાં વહેલી સવાર લાકડા વિણવા ગયેલ ૫૫ વર્ષિય આધેડ મહિલા ઉપર દિપડાએ હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી પોતાનો શિકાર બનાવતા પંથકમાં ભળભળાટ સાથે દિપડાના આતંકથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે એક સપ્તાહમાં બનેલા બનાવમાં ત્રણ લોકોનો દિપડાએ ભોગ લીધો છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. વન વિભાગ દ્વારા પણ ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરી આઠ પાંજરા મુકવામાં આવ્યા છે અને ૧૫૦ થી પણ વધુ કર્મચારીઓને કામે લગાડ્યા છે પરંતુ માનવભક્ષી દિપડો હજી સુધી પાંજરે ન પુરાતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે અને દિપડાના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે. વધુમાં વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ધાનપુર તાલુકામાં જ્યા જ્યા દિપડાએ લોકો પર હુમલો કર્યા છે તે જગ્યાએ અને બીજી જગ્યાએ એમ કુલ મળી આઠ પાંજરા મુકવામાં આવ્યા છે અને લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે કે,  જંગલમાં કોઈ કામ વગર ન જાય અને લોકો સમુહ બનાવી રહે તેમ જણાવ્યુ હતુ.

પરંતુ આ સમગ્ર બનાવમાં અગત્યની બાબત એ છે કે, આ વિસ્તારમાં આજુબાજુ બકરાઓ ફરતા હતા તેમ છતાં પણ દિપડાએ માત્ર અને માત્ર માનવ ભક્ષી દિપડો બની ગયો હોવાથી માત્ર માનવો પર જ હુમલો કરે છે.પાંજરાઓમાં મારણ પણ મુકવામાં આવ્યા છે જેમાં માછલોઓ તેમજ બકરીઓ પણ મુકવામાં આવી છે પરંતુ આ દિપડો માનવ ભક્ષી થઈ ગયો હોવાથી પાંજરા તરફ આવતો નથી ઉપરાંત વન કર્મચારીઓ આ દિપડાને ઝબ્બે કરવા છેલ્લા ત્રણ દિવસથી ચોવીસ કલાક મહેનત કરી રહ્યા છે.જંગલના વિવિધ વિસ્તારો તેમજ ખુણે ખુણા ખંગોળી રહ્યા છે પરંતુ આ દિપડો પાંજરે પુરાતો નથી જેના કારણે ગઈકાલથી પશુપાલન પણ વન વિભાગ સાથે મેદાને આવ્યુ છે અને વન કર્ચચારીઓને હાલ દિપડાને ઝડપી પાડવા માહિતી,સુચના તેમજ માર્ગદર્શન પણ અધિકારીઓ દ્વારા અપાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!