આજથી ફૂલ કેપેસિટી સાથે ખુલશે સિનેમા હોલઃ સરકારે જારી કરી ગાઈડલાઈન્સ


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧
દેશભરમાં ૧૦૦ ટકા દર્શકોની ક્ષમતા સાથે સિનેમા હૉલ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સિનેમા હોલ માટે નવી ગાઈડ લાઈન્સ જાહેર કરી છે. નવા નિયમો અનુસાર, ૧ ફેબ્રુઆરીથી ૧૦૦ ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલી શકાશે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં દેશમાં કોરોના મહામારીની શરૂઆત સાથે જ સિનેમા હોલ, થિયેટર અને મલ્ટી પ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે નવી ગાઈડ લાઈનનું પાલન કરવા સાથે જ સિનેમા હોલ, થિયેટર્સ અને મલ્ટી પ્લેક્સમાં દર્શકોની હાલની ક્ષમતા ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જ્યારે પ્રકાશ જાવડેકરે જાણકારી આપતા જણાવ્યું કે, દેશભરમાં થિયેટરમાં મૂવી જાેવા જનારા માટે ખુશખબર છે. ફેબ્રુઆરીથી ૧૦૦ ટકા દર્શકોની ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવામાં આવી શકે છે. અમારો ભાર ઓનલાઈન બુકિંગ પર વધારે રહેશે. આ સિવાય બે શૉ વચ્ચે સમય રાખવામાં આવે, જેથી ભીડ ના થાય. કોરોના કાળમાં પ્રતિબંધો હવે ઉઠાવવાનો સમય આવી ગયો છે. થિયેટરના ફૂડ સ્ટોલથી સામાન લઈને લોકો અંદર જઈ શકશે.
આ માટે મંત્રાલય દ્વારા કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું પાલન કરવું ફરજિયાત રહેશે.
૧ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે
૨ થિયેટરમાં એન્ટર કરવા સમયે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત
૩ સિનેમા હોલના કૉમન એરિયા, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્‌સ પર લોકો માટે સેનેટાઈઝર રાખવું જરૂરી
૪ થૂંકવાની મનાઈ રહેશે.
૫. સિનેમા હોલમાં આવનારા લોકો માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: