દે.બારીયા તાલુકાના અંતેલા ગામના ૪૦ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી
દાહોદ, તા.૬
કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરનાર દે.બારીયા તાલુકાના અંતેલા ગામના માળુ ફળીયાના ૪૦ વર્ષીય યુવકનું ગોધરા સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના અંતેલા ગામના માળુ ફળીયાના ૪૦ વર્ષીય ગણપતભાઈ કેશુભાઈ હરિજનએ ગતરોજ સવારના આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવ લઈ ઝેરના પારખા કરી લીધા હતા જેની જાણ તેમના પરિવારજનોને થતા તેઓએ ગણપતભાઈ હરિજને સારવાર અર્થે તાબડતોબ દે.બારીયા સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં તેઓની હાલતની ગંભીરતાને ધ્યાને લઈ તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવીલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર પી જી રાઠોડે બપોરના ત્રણ વાગ્યાના સુમારે તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા.
આ સંબંધે ગોધરા સીવીલ હોસ્પીટલ પોલીસ ચોકીના જમાદાર વિપુલભાઈ માનસીંહભાઈએ દે.બારીયા પોલીસ સ્ટેશને લેખિત જાણ કરતા પોલીસે આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

