પેપર લીક મામલામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમીતી અને ભીલ પ્રદેશ મોર્ચા દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આયુ

ગુજરાત સરકાર પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોક રક્ષક  દળની ભરતી માટે આજે લેખિત પરિક્ષા યોજાનાર હતી પરંતુ જે પરીક્ષા પહેલા જ પેપર લીક થયાનો મામલો સામે આવતા સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને પગલે પરીક્ષાર્થીઓમાં એક પ્રકારનો આક્રોશ જાવા મળી રહી છે ત્યારે બીજી તરફ દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ દુર શહેરો તેમજ ગામડાઓમાંથી આવેલ પરીક્ષાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ વીલા મોંઢે પરત ફરવુ પડ્યુ હતુ. આ તમામ બાબતોને ધ્યાને રાખી આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સીમીટી અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોચા,દાહોદ દ્વારા પેપર લીક મામલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી, આ મામલના શરમજનક અને નીંદનીય ગણી ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ જ્યારે બીજી તરફ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા પણ કલેક્ટરને આવેદન પત્ર આપી આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવુ જાઈ તેવી તેવી અપીલ કરી કરી સમગ્ર મામલાનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.
પેપર લીક મામલામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર,છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં દર વર્ષાે લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગારો વધી રહ્યા છે. યુવાનોને પુરતુ વળતર મળે તેવી નવી રોજગારી ઉઙી કરવાને બદલે સરકાર પોતે જ ગેરબંધારણીય રીતે અપુરતા વેતન સાથેની કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પગાર, આઉટ સો‹સગ જેવા રૂપકડા નામો હેઠળ યુવાનોનુ શોષણ કરે છે. ઉપરાંત ભાજપની વર્તમાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની નોટબંધી,જીએસટીના અણધડ અમલીકરણ જેવીન નીતિઓને કારણે ખાનગી ક્ષેત્રમાં રોજગારીના પ્રમાણમાં ઘરખમ ઘટાડો થઈ રહ્યો છે. ભુતકાળવમાં પણ તલાટીની નોકરીમાં વ્યાપક કૌભાંડ બહાર આવ્યુ હતુ. તલાટીની નોકરીઓના કરોડો રૂપીયાના કૌભાંડમાં ભાજપના મળતીયાઓ જ સંડોવાયેલ હોવાના પણ આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત બેદરકારી અને લાપરવાહીનો વરવો નમુનો ૨જી ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ  લોકરક્ષકની ભરતી પરીક્ષામાં થયેલા છબરડાથી વધુ એક વખત સરકારીનો પોલ બહાર આવવા પામી છે. બેરોજગાર યુવકોની ક્રુર મજાક થઈ રહી છે. પેપર લીક થયાની સાથે વિદ્યાર્થીઓને સમયસર જાણ પણ કરવામાં આવી ન હતી.પરીક્ષાર્થીઓને નાહકનો ખર્ચ થયો, હાલાકી ભોગવી પડી. આ તમામ સંજાગોમાં રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવી જેવી માંગણી દર્શાવી દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદ કોંગ્રેસ સમીતી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.
ત્યારે બીજી તરફ ભીલ પ્રદેશ મોર્ચા,દાહોદ દ્વારા પણ કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હતુ કે,૨જી ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત લોકરક્ષક ની ભરતીમાં રાજ્યના અંદાજે ૯ લાખ જેટલા બેરોજગાર યુવાનો પરીક્ષા આપવા માટે નિયત સમય અને  સ્થળ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને અચાનક સંચાલકોએ જાહેરાત કરી કે, પેપર લીક થયાથી પરીક્ષા મોકુફ રખાઈ છે જે બાબત ખરેખર નીંદનીય તેમજ શરમજનક ગણાવી હતી અને હવે પરીક્ષા લેવાય તેમાં સરકાર દ્વારા પરીક્ષાર્થીઓનુ ધ્યાન રાખવાની બાબતોમાં આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે,ઘણા કેન્દ્રો તાલુકા મથકેથી દુર અંતરીયાળ જગ્યાઓ પર હતા જે પરી લેનાર અને આપનાર એમ બંન્નેના સમય અને શÂક્તના ખોટા વ્યય બાદ પણ અવ્યવહારૂ બનેલ જેની નોંધ લઈ અને હવે પછીના કેન્દ્રોની ફાળવણી વખતે ઓછી હાલાકી પડે તેની ધ્યાન રાખવા, પેપર લીક મામલામાં જે કોઈની પણ સંડોવણી હોય તેની સામે સખત અને કડક રીતે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી,પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓમાં મોટા ભાગના પરીક્ષાર્થીઓ ગરીબ અને મધ્યમવર્ગના હોવાથી તેવા પરીક્ષાર્થીઓને  ભાડુ,દિવસનુ ભથ્થુ ઉચક ગણીને આપવુ,દરેક વિભાગોમાં સત્વરે ભરતી યોજી બેકલોક પણ ભરાય. આમ ઉપરોક્ત તમામ માંગણી અને કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેવી કલેક્ટરને ભીલ પ્રદેશ મોર્ચા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!