વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સેલ્ફી વિથ માસ્ક જેવી પ્રવૃતિઓ યોજી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૨૫
દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જેકોટ ખાતે ગત રોજ ૨૪ માર્ચે વિશ્વ ટીબી દિન નિમિત્તે લોકજાગૃતિ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી હારેગા, દેશ જીતેગા જેવા વિવિધ બેનરો સાથે સેલ્ફી વિથ માસ્ક જેવી વિવિધ પ્રવૃતિઓ યોજી લોકજાગૃતિ આણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ દિવસ નિમિત્તે જિલ્લા અદાલત, વૃદ્ધાશ્રમ, ખાનગી તબીબો તેમજ તાલુકા કક્ષાએ વિવિધ સ્થળે કાર્યક્રમ યોજી ટીબી બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.