કોટડાખુર્દ ગામે ૧૬ વર્ષીય સગીરા ઉપર બળાત્કાર ગુજારતો યુવક

દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના કોટડાબુઝર્ગ ગામે એક ૧૬ વર્ષીય સગીરાનું એક યુવકે અપહરણ કરી નજીકની રેલ્વે લાઈન ખાતે લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણળા મળે છે.
દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ગત તા.૦૩જી એપ્રિલના રોજ પોતાના ઘરેથી નીકળી કુદરતી હાજત માટે રોડ તરફ નીકળી હતી. આ દરમ્યાન કોટડાખુર્દ ગામે સિંગલ ફળિયામાં રહેતો અજયભાઈ રિકશનભાઈ નિનામા આ સગીરા પાસે આવી તેણીનું બળજબરી પુર્વક અપહરણ કરી નજીકમાં આવેલ રેલ્વે લાઈનની સામે ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરાની મરજી વિરૂધ્ધ અજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે ઘરે આવી સગીરાએ પોતાના પરિવારને જાણ કરતાં પરિવારજનોના પગેથી જમીન સરકી ગઈ હતી અને આ સંબંધે પરિવારજનોએ સગીરાને સાથે લઈ કતવારા પોલીસ મથકે આવી ઉપરોક્ત યુવક વિરૂધ્ધ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
