કતવારા ગામે જાહેરમાં વરલી, મટકાનો જુગાર રમી રહેલ બે જણાને રૂા.૧૨,૫૫૦ની રોકડા સાથે ઝડપી પાડ્યાં
દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના કતવારા ગામે જાહેરમાં ત્રણ જેટલા જુગારીઓ વરલી, મટકાનો જુગાર રમતાં પોલીસના ઓચિંતા છાપામાં બે જણાને પોલીસે ઝડપી પાડી જ્યારે એક નાસી જવામાં સફળ રહેલા પોલીસે સ્થળ પરથી અને અંગઝડતીમાંથી રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧૨,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
કતવારા ગામે ગામતળ ફળિયામાં ગતરોજ ૦૩જી એપ્રિલના રોજ અરવિંદભાઈ નવલસિંગ બામણ (લબાના) (રહે. કતવારા,ગામતળ), લોકેન્દ્ર નવલસીંગ બામણ (લબાના) (રહે. કતવારા,ગામતળ) અને મુળાભાઈ કચરાભાઈ ચાવડા (રહે. કતવારા) આ ત્રણેય જણા આંક,ફરક, મટકા આંકનો જુગાર રમતાં હોવાની કતવારા પોલીસને બાતમી મળી હતી અને પોલીસે તેજ સમયે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં ત્રણેય જણામાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. આ પૈકી અરવિંદભાઈ અને લોકેન્દ્રભાઈને પોલીસે ઝડપી પાડ્યાં હતાં જ્યારે મુળાભાઈ કચરાભાઈ ચાવડા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલ બંન્ને જણાની અંગ ઝડપી અને દાવ પરથી રોકડા રૂપીયા મળી ૧૨,૫૫૦ ની રોકડ રકમ સાથે ત્રણેય જણા વિરૂધ્ધ કતવારા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

