ફતેપુરાના કાળીયા વલુંડા અને કરોડાપુર્વ ગામે ૧૦ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
ફતેપુરા તા.૦૫
ફતેપુરા તાલુકા સહિત ફતેપુરા નગરમાં કોરોના કેસોનો વધારો દિનપ્રતિદિન થતો જાેવા મળતા ફતેપુરા કાળીયા વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન માટેનો ર્નિણય લેવામાં આવેલ છે ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં તારીખ ૬ એપ્રિલથી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૧ સુધી દસ દિવસનું સ્વેચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે સવારના ૭ઃ૦૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી વેપાર ધંધા – રોજગાર ચાલુ રાખી શકાશે ત્યારબાદ ધંધા રોજગાર વેપાર સ્વેચ્છિક રીતે બંધ રાખવાનું રહેશે અને જાે કોઈ વેપાર ધંધા રોજગાર ચાલુ રાખેલ જાેવા મળશે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ વસૂલ કરવામાં આવશે ગંભીર નોંધ લેવા માટે જણાવેલ છે.