જિલ્લા પંચાયતમાં આકસ્મિક તપાસણીમાં ગેરહાજર ત્રણ કર્મચારીને નોટિસ

જિલ્લા પંચાયતમાં આકસ્મિક તપાસણીમાં
ગેરહાજર ત્રણ કર્મચારીને નોટિસ
કોરોનાકાળમાં લોકસેવાનું કામ કરવાને બદલે કામચોરી કરતા કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે લાલ આંખ કરી છે. તેમણે કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીઓને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે
જિલ્લા પંચાયતમાં બેસતી સંકલિત બાળ વિકાસ યોજના કાર્યક્રમ શાખામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આકસ્મિક તપાસણી કરી હતી. એ દરમિયાન, કચેરી સમય દરમિયાન ઓફિસમાંથી અદ્રષ્ય જણાયેલા ત્રણ કર્મચારીઓ અંગે પૂછતાછ કરતા કોઇ સંતોષજનક ખુલાસો કરી શક્યા નહોતા. આ ત્રણેય કર્મચારીઓ પોતાના શાખાધિકારીને જાણ કર્યા વિના ગેરહાજર રહેવા બદલ તમામને કારણ દર્શાવો નોટિસ જારી કરવામાં આવી છે.
કોરોના પેન્ડેમિકમાં કર્મચારીઓ નૈતિક્તા અને ફરજનિષ્ઠા સાથે કામ કરે એ અપેક્ષિત છે. આમ છતાં, ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા પંચાયતના અધિકારીઓએ કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: