દાહોદમાં રાત્રી કરફ્યુનં ચુસ્તપણે પાલન કરાવતી દાહોદ પોલીસ : કામ વગર ઘરની બહાર નીકળતાં વાહન ચાલકો દંડાયા

દાહોદ તા.૧૨



દાહોદ તા.૧૨

દાહોદ શહેરમાં પોલીસ દ્વારા રાત્રી કફ્યુંનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. ગતરોજ રાત્રીના સમયે કામ વગર લટાર મારવાના બહાને નીકળેલા મોટરસાઈકલ ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પરજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદ શહેર સહિત જિલ્લામાં રાત્રી કરફ્યુંની અવધી વધારવામાં આવી છે. રાત્રીના આઠથી સવારના ૦૬ વાગ્યા સુધી કફ્ર્યુનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ દાહોદ શહેર પોલીસ દ્વારા આ રાત્રી કરફ્યુંનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. ગતરોજ છેલ્લા બે – ત્રણ દિવસથી એક્શનમાં આવેલ દાહોદ શહેર પોલીસ દ્વારા શહેરના ભરપોડા સર્કલ પાસે બંદોબસ્તમાં છે અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ઉભા રાખી રાત્રી સમયે ઘરની બહાર નીકળવાનું કારણ પણ પુછવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ઘણા વાહન ચાલકો કામ વગર અને એનકેન પ્રકાર લટાર મારવા નીકળતાં હોવાનું પણ પોલીસને જણાઈ આવતાં પોલીસે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આવા વાહન ચાલકોને સ્થળ પરજ દંડનીય કાર્યવાહી કરી હતી. દાહોદ શહેરમાં તમામ પોલીસ ચોકીઓ અને જાહેર માર્ગ ઉપર રાત્રીના સમયે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને તે ઉપરાંત પેટ્રોલીંગ સહિતની કામગીરી પણ સઘન કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: