લીમખેડાની આર્ટસ કોલેજ અને હસ્તેશ્વર સ્કુલમાં તસ્કરો ત્રાટક્યા
લેપટોપ, કેમેરો, પેનડ્રાઈવ તથા રોકડ મળી રૂ.રર,૬૦૦ની મત્તાનો હાથફેરો કરી ગયા
દાહોદ, તા.૧૮
ગત રાતે લીમખેડા ગામની આર્ટસ કોલેજ તથા હસ્તેશ્વર સ્કુલને તસ્કરોએ ટાર્ગેટ બનાવી કોલેજ અને શાળાના આચાર્યની ઓફીસમાંથી રોકડ તથા સાધનો સહિત રૂપિયા રર,૬૦૦ની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત રાતે તસ્કરોએ લીમખેડાની આર્ટસ કોલેજ તથા હસ્તેશ્વર સ્કુલને તસ્કરોએ ટાર્ગેટ બનાવી હતી અને કોલેજ તથા સ્કુલના આચાર્યના રૂમ તથા કાર્યાલય ઓફીસના તાળા તોડી અંદર મુકેલ એચપી કંપનીનું રૂપિયા ૧પ,૦૦૦ની કિંમતનું લેપટોપ નં.૧, સોની કંપનીનો રૂપિયા પ૦૦૦ની કિંમતની વીડીઓ કેમેરો નં.૧, રૂપિયા ૩૦૦ની કિંમતના પેન ડ્રાઈવ નં.૩ તથા સ્કુલ કેન્ટીનના ગલ્લામાંથી રૂપિયા ર૩૦૦ની રોકડ મળી રૂપિયા રર,૬૦૦ની કુલ મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ખુંટા ગામે નિશાળ ફળીયામાં રહેતા અને નોકરી કરતા પ૬ વર્ષીય ગોપાળભાઈ રૂપાભાઈ કટારાએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ૪પ૭, ૩૮૦ મુજબ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ડોગસ્કવોર્ડ તથા એફએસએલની માંગણી કરી છે.