લીમખેડા તાલુકાના ચીલોકાટા ગામનો બનાવ : ૩ બાળકોની માતા એવી ૩૪ વર્ષીય પરણિતાને સાંપ કરડી જતાં મોત
દાહોદ તા.25
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા એક 34 વર્ષીય મહિલાને ઝેરી સાપએ ડંખ મારતા ઝેરની અસર આખા શરીરમાં ફેલાઇ જતાં મહિલાનું મોત નિપજયાનું જાણવા મળે છે.
આજરોજ લીમખેડા તાલુકાના ભુરીયા ફળિયામાં રહેતી એક 34 વર્ષીય પરણિતા રસીલાબેન નિલેશભાઈ ભુરીયા સવારના સમયે ઘરના આંગણે મૂકેલા લાકડા લેવા માટે અને ગરમ પાણી મૂકવાની તૈયારી કરી રહી હતી. લાકડા લેવા માટે આંગણામાં ગયા હતા અને લાકડા ઉઠવતાની સાથેજ લાકડામાંથી અચાનક બહાર નીકળેલ ઝેરી સાપએ રસીલાબેન કરડી ડંખ મારતા રસીલાબેન શરીરમાં ઝેરી સાપનું ઝેર ચઢવા માંડ્યું હતું અને ઘટના સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા મહિલાને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ પણ તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતક રસીલાબેનના મૃતદેહને પીએમ મોકલી દેવામાં આવ્યો છે જાણવા મળ્યા અનુસાર આ પરિણીતા રસીલાબેન ને સંતાનમાં ત્રણ બાળકો પણ છે ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.