શનિવારના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ ૩૫ – ૩૫ પૈસાનો વધારો : અચ્છે દિન..દેશના ૯ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂ.૧૦૦ને પાર


રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૮.૧૧ અને ડિઝલ ૮૮.૬૫ના સ્તરે પહોંચ્યું
મોદીના ગુજરાતમાં પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થયું
પહેલી મેથી અત્યાર સુધીમાં ઓઈલની કિંમતોમાં ૩૦ વખત વધારો થયો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૬
શુક્રવારે ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી એક વખત કિંમતોમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે (૨૬ જૂનના રોજ) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતોમાં પ્રતિ લીટર ૩૫-૩૫ પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારા સાથે જ રાજધાનીમાં શનિવારે પેટ્રોલનો ભાવ ૯૮.૧૧ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે અને ડીઝલ પણ ૮૮.૬૫ રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં ૨૯ મેના રોજ પહેલી વખત પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર ગઈ હતી અને શનિવારે પેટ્રોલ ૧૦૪.૨૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૬.૧૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ ૯૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૩.૨૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી મળી રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ ૯૭.૯૯ રૂપિયા અને ડીઝલ ૯૧.૪૯ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
દેશના ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલે ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી લીધો છે. મેટ્રો શહેરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરૂમાં પહેલેથી જ પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે અને હવે ચેન્નાઈ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
પહેલી મેથી અત્યાર સુધીમાં ઓઈલની કિંમતોમાં ૩૦ વખત વધારો થયો છે અને ૨૬ વખત કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આ વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૭.૭૧ રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે. આ જ રીતે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલની કિંમતોમાં ૮.૧૨ રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે.
ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ ૯૪.૬૫ પ્રતિ લીટરે પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ ૯૫.૦૮ રૂપિયા પ્રતિ લીટર વહેંચાઇ રહ્યું છે. ગુજરાત જ એકમાત્ર એવો રાજ્ય છે, જ્યાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘી વહેંચાઇ રહ્યું છે. કોરોનામાં સામાન્ય વ્યક્તિની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, તે વચ્ચે દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. જેમાં આગ હોમવાનું કામ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!