દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ ઘાટાપીર હાઈવે પર અકસ્માત સર્જાયો
દાહોદ તા.૩
દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ ઘાટાપીર હાઈવે ખાતે આજરોજ બપોરના સમયે એક લક્ઝરી,એક એસટી બસ અને એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી એમ ત્રણેય વાહનો આગળ પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલ આ માર્ગ અકસ્માતમાં ત્રણેય ગાડીઓમાં બેઠેલ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયા હોવાનુ જાણવા મળે છે. આ બનેલા ચકચારી બનાવામાં એક સાથે ત્રણ વાહનો આગળ પાછળ અથડાતા સદનસીબે કોઈ જાનહાની કે કોઈને પણ શરીરે ઈજાઓ ન થતાં મોટી જાનહાની ટળી હોવાનુ ઉપસ્થિત લોકોમાં ચર્ચાઈ રહ્યુ હતુ પરંતુ જા મોટી જાનહાની થતી તો શુ પરિણામ આવતુ તે વિચારીને પણ લોકોના મન હચમચાવી મુક્યા હતા. એક ક્ષણે આ ત્રણેય ગાડીઓમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આજરોજ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમ્યાન દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ ઘાટાપીર હાઈવે જે દાહોદ – ઈન્દૌર, ઈન્દૌર દાહોદ અને દાહોદ શહેર તરફ જતો મુખ્ય હાઈવે રોડ આવેલ છે. આ હાઈવે રોડ ઉપર અનેકવાર નાના મોટા તો બનાવો બનતા રહે છે પણ ભુતકાળમાં એક મોટા બનાવમાં આજ હાઈવે પર અઢાર થી વીસ જેટલા લોકોનો ભોગ લીધો હતો. આ ઘટનાને યાદ કરતા સૌ કોઈના મન હચમચી ઉઠે છે. આજ હાઈવે પર આજ હાઈવે રોડ પર આજે એક એસ.ટી.બસ દાહોદથી પસાર થઈ આ હાઈવે પરથી જઈ રહી હતી તે સમયે આ હાઈવેના વળાંકમાં બસ ને પલ્ટાવા જતા તે જ સમયે સામેથી એક ક્રુઝર ગાડી આવી હતી અને ક્રુઝર ગાડીના ચાલેક ઓચીંતી બ્રેક મારતા તેની પાછળ આવતી એક લક્ઝરી બસ આ ક્રુઝર ગાડીની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને ક્રુઝર ગાડી પણ બસની સાથે અથડાતા ત્રણેય વાહનોને આ માર્ગ અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા જ ત્રણેય વાહનોને ભારે નુકસાન થવા પામ્યુ હતુ. આ સમગ્ર ઘટનાને જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલિસને થતાં પોલિસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પેસેન્જરને સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.