દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : સર્વત્ર વરસાદી પાણી છવાયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
ઘણા લાંબા સમયથી જાેવાતી રાહનો આજે અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાત અને ગુજરાત રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની સાથે જ દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સવારથીજ મન મુકીને વરસી રહ્યાં છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં છે બીજી તરફ લાંબા સમયથી ખેડુત મિત્રો પણ મેઘરાજાની રાહ જાેઈ બેઠા હતાં અને પોતાના પાક સારો થાય તેવી આશા સેવી રહ્યાં હતાં ત્યારે આજના વરસાદી માહોલ વચ્ચે ખેડુતમિત્રો પણ ખુશખુશાહ થઈ ગયાં છે. દાહોદ જિલ્લામાં સવારથી સાંજના ચાર વાગ્યા સુઘી કુલ ૧૪૯ મીમી વરસાદ ખાબકી ચુક્યો છે એટલે કે, સાંજના ચાર વાગ્યા સુધી જિલ્લામાં ૦૯ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું અનુમાન લગાવી શકાય છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની વહેલી સવારથીજ ધમાકેદાર એન્ટ્રીના પગલે આખો દિવસ વરસાદ પડ્યો હતો. જિલ્લાવાસીઓ ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યાં હતાં ત્યારે આજના વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. વરસાદની રાહ જાેઈ બેઠેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લામાં સર્વત્ર સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરની વાત કરીએ તો આજના વરસાદની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના નિચાણવાળા ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ઘણા માર્ગાે પર પાણી પણ ભરાઈ ગયાં હતાં. શહેરના ભરપોડા સર્કલ, ઝાલોદ તાલુકાના લીમડી નગરના સાંઈ મંદિર, બાઈપાસ ઉપર હાઈવે રોડ પણ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવનાર પાંચ દિવસો સુધી મેઘરાજા મન મુકીને વરસસે ત્યારે આજથી શરૂ થયેલ વરસાદી માહોલના પગલે સર્વત્ર પાણી પાણી જાેવા મળી રહ્યાં છે. શહેરના સ્ટેશનરોડ, ચાકલીયા રોડ, ગોધરા રોડ જેવા વિસ્તારોના માર્ગાે પર પાણી ભરાઈ ગયાં હતાં.
દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ૦૪ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૧૪૯ મીમી વરસાદ ખાબકી ગયો છે. ૦૪ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના તાલુકામાં વરસેલ વરસાદના આંકડાની વાત કરીએ તો, ગરબાડા તાલુકામાં ૧૫ મીમી, ઝાલોદ તાલુકામાં ૧૪ મીમી, દેવગઢ બારીઆમાં ૩૨ મીમી, દાહોદ તાલુકામાં ૭૪ મીમી, ધાનપુર તાલુકામાં ૧૮ મીમી, ફતેપુરા તાલુકામાં ૫૩ મીમી, લીમખેડા તાલુકામાં ૫૩ મીમી, સંજેલી તાલુકામાં ૬૬ મીમી અને સીંગવડ તાલુકામાં ૧૯ મીમી સાંજે ૦૪ મીમી વરસાદ પડી ચુંક્યો છે. લગભગ મોડી રાત્રી અને બીજા દિવસે પણ આવોજ વરસાદ રહેશે તેવા લોકો અનુમાન લગાવી રહ્યાં છે ત્યારે મેઘરાજાની આજની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.