દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે અજાણ્યા વાહનના ચાલકે ૨૮ વર્ષીય યુવકને અડફેટમાં લેતાં યુવકને ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક ૨૮ વર્ષીય યુવકને અડફેટમાં લેતાં યુવકને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ગત તા.૩૧મી જુલાઈના રોજ એક અજાણ્યા વાહનનો ચાલક પોતાના કબજાનું વાહન લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કલજીની સરસવાણી ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ ૨૮ વર્ષીય યુવક રાકેશભાઈ ચુનીયાભાઈ વસૈયા (રહે.વેલપુરા, ઉમરીમાળ ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી અજાણ્યો વાહનનો ચાલક નાસી જતાં રાકેશભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં રાકેશભાઈ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળ પર ઢળી પડ્યાં હતાં અને તેમનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું.

આ સંબંધે ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે ઉમરીમાળ ફળિયામાં રહેતાં બદીયાભાઈ માનજીભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: