લીમડી પોલીસને મળેલ મોટી સફળતાં : દાહોદ જિલ્લાની લીમડી પોલીસે ચોરીની આઠ મોટરસાઈખલ સાથે બે જણાની ઝડપી પાડી જેલ ભેગા કર્યાં
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને મોટી સફળતા મળી રહેવા પામી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં બે મોટરસાઈકલ ચોરોને લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી કરંબા રોડ પરથી ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી તેઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં દાહોદ, ગોધરા, સુરત, પાવાગઢ વિગેરેથી મોટરસાઈકલ ચોરી કરી હોવાનું સામે આવતાં પોલીસે આ બંન્ને મોટરસાઈકલ ચોરો પાસેથી ચોરીની કુલ આઠ મોટરસાઈકલો કબજે લઈ કુલ રૂા.૩,૪૦,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરેલ છે.
ગત તા.૦૩ ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાની લીમડી પોલીસ પોતાના હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન લીમડી પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ ટાઉન પોલીસ મથકના ગુન્હામાં ચોરીની મોટરસાઈકલ લઈ બે ઈસમો નીકળનાર છે. આ બાતમીના આધારે લીમડી પોલીસે લીમડી કરંબા ચોકડી ઉપર વાહન વાહન ચેકીંગ દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ સાથે આવતં પોલીસે તેને રોક્યો હતો અને તેની પાસેથી મોટરસાઈકલના કાગળો માંગતા મળી આવ્યાં ન હતાં જેથી પોલીસે ઈ. ગુજકોપ પોકેટ કોપની મદદથી એન્જીન, ચેચીસ નંબરો સર્ચ કરતાં અને આર.ટી.ઓ. માંથી એન્જીન, ચેચીસ ઉપરથી માહિતી મેળવતાં મોટરસાઈકલના માલિક મુળ અમૃતલાલ જીથરાભાઈ સરતાના (રહે. લીમડાબરા, ગામતળ ફળિયું, તા.જિ.દાહોદ) સામે આવતાં પોલીસે અમૃતલાલનો સંપર્ક કરતાં અમૃતલાલે પોતાની આ મોટરસાઈકલ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તાત્કાલિક પકડેલ ઈસમ જીજ્ઞેશભાઈ ઉર્ફે જગર ઉર્ફે જીગો ઉર્ફે બેરો શાંતીલાલ ખાગુડા (રહે. ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) આ ચોરીની મોટરસાઈલ વિજયભાઈ ઉર્ફે વિજુ ચીમનભાઈ મેડા (રહે. સારમારીયા, વાંક ફળિયું, તા.ઝાલોદ, જિ. દાહોદ) કોઈ ગ્રાહકને વેચવા આપેલ હોવાનું જણાવ્યું હતું. લીમડી પોલીસે આ વિજયભાઈને પણ ઝડપી પાડી પોલીસ મથકે લઈ આવી હતી. ઉપરોક્ત બંન્ને ઈસમો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, તેઓએ દાહોદ શહેર, દાહોદ તાલુકા, ગોધરા, સુરત અને પાવાગઢ સહિત શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટરસાઈકલ ચોરી કરી હતી. પોલીસે આ મોટરસાઈકલ ચોરો પાસેથી કુલ આઠ ચોરીની મોટરસાઈકલો કિંમત રૂા. ૩,૪૦,૦૦૦ની કબજે કરી લીધી હતી. લીમડી પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને મોટરસાઈકલ ચોરોની સઘન પુછપરછ પણ હાથ ધરી છે અને પુછપરછમાં હજુ અનેક સઘળી હકીકતો પણ બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

