લીમડી પોલીસને મળેલ વધુ એક સફળતાં : લીમડી વેપારીના વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ મોબાઈલનો ભેદ ઉકેલાયો : ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરી કરનાર બે ચોરોને લીમડી પોલીસે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં થોડા દિવસો પુર્વે એક વેપારીનો દુકાનમાંથી મોબાઈલ ફોન ચોરી થઈ ગયાં ઘટના બની હતી અને આ મામલે વેપારીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. લીમડી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્વરીત એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં પોકેટ કોપ મોબાઈળનો ઉપયોગ કરી આ મોબાઈલ ચોરી કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે.
લીમડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાનો ભેદ ઉકેલી રહી હતી અને આ દરમ્યાન લીમડી નગરના આસપાસના સીસીટીવી ફુટેજાે પણ લીમડી પોલીસે ચેક કર્યાં હતાં જેમાં એક મોટરસાઈકલ ચોરીની ઘટનામાં ઉપયોગ કરી હોવાનું સામે આવ્યું હતું અને આ મોટરસાઈકલનો નંબર પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતાં મોટરસાઈકલના માલિક એઝાજ યુસુફ પીંજારા (રહે. દાહોદ, મોટાઘાંચીવાડ,) નું પોલીસને જાણળા મળ્યું હતું. આ બાદ પોલીસે એઝાજનો સંપર્ક કરતાં બનાવના દિવસે મોટરસાઈકલ પોતાના ભાઈ ફિરદોસ યુસુફ પીંજારા લઈ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું જેને આધારે તેને પકડતાં પોતાની સાથે ફિરદોસ ઉર્ફે અલા – બલા ઈસાભાઈ છિત્તલ (રહે. દાહોદ રોડ, સ્મશાન રોડ, ઘાંચીવાડ, તા. જિ.દાહોદ) નાઓ મોટરસાઈકલ ઉપર બેસી લીમડીના વેપારીને ત્યાં આવ્યાં હતાં અને ત્યા ટાયર ખરીદવાના બહાને દુકાનદારનો મોબાઈલ ફોન ચોરી કરી હોવાનું સામે આવતાં ઉપરોક્ત બંન્ને આરોપીઓને પોલીસે પકડી લાવી લીમડી પોલીસ મથકે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.