દેવગઢ બારીયા નગરમાં આવેલ એક 7 મંજીલા બહુમાળીમાં આગ ફાટી નીકળી

દેવગઢ બારીયા નગરમાં આવેલ એક 7 મંજીલા બહુમાળીમાં
આવેલ ફરસાણની હોટલમાં નાસ્તા બનાવવાની ભઠ્ઠીમાં એકાએક ભડાકા સાથે આગ લાગી જતા હોટલમાં મુકેલ કેરોસીન ડીઝલ તેમજ ખાદ્યતેલના ડબ્બાઓમાં આગ લાગતા આગે જોતજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરતા આગની લપટોમાં હોટલ બળીને રાખ થઇ જતા હોટલમાં મુકેલ ખાદ્યતેલ, કેરોસીન, તેમજ ડીઝલના ડબ્બાઓ વીજઉપકરણો તેમજ અન્ય સરસામાન બળીને ખાખ થઇ જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે આ આગની ઘટના 7 મંઝીલા બિલ્ડિંગમાં આવેલ પહેલા મંજિલ પર લાગતા દેવગઢબારિયા અગ્નિશામક દળના ફાયર-ફાઇટરોએ તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ ને ઓલવી નાખતા ખોબલા જેવા દેવગઢબારિયા નગરમાં સુરત જેવી ગોઝારી ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું હતું જો કે આ આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી

ગતરોજ સુરત ખાતે બનેલ ગોઝારી આગની ઘટના માં 22થી પણ વધારે વિદ્યાર્થીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે ત્યારે ઘટનાની ગંભીરતાને લઇ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી સમગ્ર રાજ્યમાં આદેશો જારી કરી શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાઇરાઇઝ બિલ્ડીંગો કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ વિસ્તારોમાં આવેલ હોસ્પિટલો, હોટલ, તેમજ મોલમાં ફાયર સેફ્ટીના સાધનો ની ચકાસણી માટેની આદેશો જારી કરતા દાહોદ જિલ્લાના વહીવટી તંત્રના સંલગ્ન વિભાગો દ્વારા ફાયરસેફ્ટીના કાયદાઓની અમલવારી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેવા સમયે ગત રોજ રાત્રીના સુમારે દેવગઢબારિયા નગરમાં આવેલ વનવિભાગની કચેરીમાં આગ લાગી હતી અને આ આગની ઘટનામાં વનવિભાગની કચેરી માં લાગેલ વીજ ઉપકરણો તેમજ મહત્વની ફાઈલો બળીને ખાક થઇ થઇ ગયાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યારે આજરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં દેવગઢબારિયા નગરમાં આવેલ સાત મંજીલા રમણ કોમ્પલેક્ષ નામની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર ચાલતી ભાવનગરી ફરસાણની દુકાનમાં નાસ્તા બનાવવાની ભઠ્ઠીમાં તેલ ભરતી વેળાએ એકાએક ભડાકા સાથે આગ ફાટી નીકળતા ફરસાણની દુકાનમાં કામ કરી રહેલ કારીગરો બહાર ની તરફ દોડી આવ્યા હતા ત્યારે ભટ્ટામાં લાગેલી આગે દુકાનમાં મુકેલ ખાદ્ય તેલના ડબ્બાઓ ડીઝલ તેમજ કેરોસીન ભરેલા કારબાને ચપેટમાં લેતા આગે જોતાજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરતા આગની લપટોમાં ફરસાણની દુકાન બળીને રાખ થઈ ગઈ હતી જોકે આ આગની જાણ આજુબાજુના તેમજ બહુમાળીમાં રહેતા લોકોમાં થતા લોકોના ટોળા રસ્તા પર દોડી આવ્યા હતા અને આ આગની જાણ દેવગઢબારિયા અગ્નિશામક દળને કરતા અગ્નિશામક દળના લશ્કરોએ ઘટના સ્થળ પર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ આગ ઓલવી નાંખી હતી જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ આગની ઘટનામાં થયેલ નુકસાનની જાણકારી મળી નથી પરંતુ આગની ઘટનામાં કેરોસીન ડીઝલ ખાધતેલના ડબ્બાઓ વીજ ઉપકરણો તેમજ અન્ય સરસામાન બળીને રાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે

*દેવગઢબારિયા નગરમાં સુરત જેવી ગોઝારી ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું*
આજરોજ દેવગઢબારીયા નગરમાં આવેલ 7 મજલા રમણ કોમ્પલેક્ષના પ્રથમ માળ પર આવેલ ભાવનગરી ફરસાણની દુકાનમાં આગની ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઇ ગઇ હતી જોકે મળતી માહિતી અનુસાર સાત મંઝીલા રહેણાંક બિલ્ડિંગમાં પ્રથમ માળ પર ચાલતી ભાવનગરી ફરસાણની દુકાનમાં લાગેલી આગ જો વધુ પ્રચંડ રૂપ ધારણ કરી ઉપરના માળ તેમજ બિલ્ડિગમાં લાગેલ ટાવરને ચપેટમાં લેતી તો સુરત જેવી ગોઝારી અકસ્માતની ઘટનાનું પુનરાવર્તન થઇ જતું જોકે સદભાગ્યે દેવગઢબારિયા અગ્નિશામક દળ તેમજ આસપાસના લોકોની સતર્કતાથી મોટી હોનારત થતા બચી ગઇ હતી

*રહેણાક વિસ્તારમાં બેરોકટોક ચાલતા આવા ફરસાણના ઉદ્યોગો જીવતા બોંબ સમાન*
આજરોજ દેવગઢબારિયા નગરના રહેણાક વિસ્તારમાં આવેલ સાત મંઝીલા રમણ કોમ્પલેક્ષમાં પ્રથમ માળ પર ચાલતી ભાવનગરી ફરસાણની દુકાનમાં આગની ઘટના બની હતી જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી
પરંતુ શહેર સહિત જિલ્લામાં વહિવટી તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહેલ આવા ઉદ્યોગોએ જીવતા બોંબ સમાન છે જે મોટી હોનારતને આમત્રણ આપી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રના સંલગ્ન વિભાગો દ્વારા આ આગની ઘટનાથી બોધપાઠ લઇ શહેર સહિત જીલ્લામાં કોઈપણ જાતની ફાયર સેફ્ટીના સાધનો વગર ચાલતા હોટલો, ફરસાણના ઉદ્યોગો, બિલ્ડીગો, મોલ તેમજ હોસ્પિટલોને તાત્કાલિક અસરથી બંધ કરાવી આવા ઉધોગોને સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ચકાસણી કરી મંજૂરી આપવામાં આવે તેવો જનમત પ્રવર્તી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: