નાની ખજુરી ના જંગલ નજીક દિપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો : દેવગઢ બારિયા તાલુકાના નાની ખજૂરી ગામે જંગલ નજીક બિમાર હાલતમાં ફરતા દીપડાને વન કર્મીઓ રેસ્ક્યુ કરી તેને ઝડપી લઇ પાંજરે પુરી સારવાર હેઠળ રાખ્યો
વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરતા દીપડો બીમાર હોવાનું જણાઇ આવ્યું હતુ
દીપડાને કોર્ડન કરી ગ્રામજનોને દૂર રાખી આખી રાત દીપડાની દેખ રેખ રાખી
વહેલી સવારે દીપડા ની હાલત વધુ બગડતા રેસ્ક્યુ હાથ ધર્યું
દાહોદ તા.૨૮
દેવગઢ બારિયા તાલુકાના નાની ખજુરી ગામે જંગલ વિસ્તારની નજીક આવેલા ઝાડી ઝાંખરામાં દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો વન કર્મીઓએ કોર્ડન કરી આખી રાત તેની દેખભાળ કરી વહેલી સવારે રેસ્કયુ કરી દીપડાને પાંજરે પૂર્યો .
દેવગઢ બારિયા તાલુકાના નાની ખજૂરી ગામે જંગલ વિસ્તારની નજીક માં આવેલા વિસ્તારમાં એક વન્ય પ્રાણી દીપડો બેઠેલો ગ્રામજનોની નજરે પડતાં નજીકમાં જ ખેતીકામ કરતા કેટલાક ખેડૂતો તેમજ ખેત મજૂરો પણ આ દીપડાને જોઈ ગામ તરફ જતા રહ્યા હતા અને આ વન્ય પ્રાણી દીપડા ને લઇ ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આ દિનદહાડે વન્ય પ્રાણી દીપડો જોવાતા હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરતાં આસપાસનાં ગામોના લોકો પણ આ દીપડાને જોવા માટે દોડી આવ્યા હતા ત્યારે આ દિપડા અંગેની જાણ દેવગઢબારિયા રેન્જના આર.એફ.ઓ પુરોહિત ને કરતા આર.એફ.ઓ પુરોહિત સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જોતા દિપડો બીમાર હાલત માં હોવાનું જણાઇ આવતા વન્યપ્રાણી દીપડા ને કંઈક ખાવામાં આવવાથી કે પછી અન્ય કોઇ કારણોસર તે બીમાર થયો હોવાનું જણાતા વન વિભાગ કર્મીઓ દ્વારા દીપડાને કોર્ડન કરી ગ્રામજનોને તેનાથી દૂર રહેવાની સૂચના આપી વનવિભાગ દ્વારા તેની ઉપર નજર રાખી તેના હલન ચલન ઉપર વોચ રાખી હતી ત્યારે આ દીપડો સવારથી બીજી સવાર પડી ત્યાં સુધી 15 થી 20 મીટરના વિસ્તારમાં જ આંટાફેરા મારતો હતો અને તે વધુ આશક્ત થતો હોય તેમ જણાતા વન કર્મીઓએ વહેલી સવારે આર.એફ.ઓ ના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી રેસ્ક્યું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને જે જગ્યા ઉપર દીપડો બેઠો હતો ત્યાં તેની ઉપર જાણ નાખી અને ખાટલા ની મદદથી તેને બાંધી દઈ જંગલ વિસ્તારમાંથી તેને બહાર લાવી પાંજરા માં પૂરી તેને સારવાર માટે લઈ જવાયો હતો ત્યારે આ દીપડા ની ઉંમર પંદરથી સોળ વર્ષ અને તે નર હોવાનું જણાઇઆવેલ દીપડાને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે