દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી ત્રણ જણાએ સગીરાનું અપહરણ કરી એકે અમદાવાદ મુકામે લઈ જઈ બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક મહિલા સહિત ત્રણ ઈસમોએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને મારી નાંખવાની ધમકી આપી એકે પોતાની પત્નિ તરીકે રાખવા સારૂં પોતાના બે મિત્રોની મદદ લઈ સગીરાનું અપહરણ કરી અમદાવાદ મુકામે લઈ જઈ ત્યાં સગીરાની મરજી વિરૂધ્ધ એકે બળાત્કાર ગુજારતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ત્રણેયના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૦૫મી જુનના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતાં અરવિંદભાઈ મુકેશભાઈ ભુરીયા, રમેશભાઈ મંગળાભાઈ ભુરીયા અને રમતુબેન રમેશભાઈ ભુરીયાનાઓ ભાઠીવાડા ગામે બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ તાલુકામાં રહેતી એક સગીરાને ભાઠીવાડા ગામેથી મારી નાંખવાની ધમકીઓ આપી અરવિંદભાઈની પત્નિ રાખવા સારૂં સગીરાને બળજબરીપુર્વક મોરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ દાહોદ બસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં અને જ્યાંથી અરવિંદભાઈએ સગીરાને બસ મારફતે અમદાવાદ મુકામે લઈ જઈ ત્યાં સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર અરવિંદભાઈએ બળાત્કાર ગુજારતાં આખરે તેના ચંગુલમાંથી છુટી સગીરા પોતાના પરિવારજનો પાસે આવ્યાં હતાં ઉપરોક્ત સઘળી હકીકત પરિવારજનોને કરતાં પરિવારજનો દાહોદ પોલીસ મથકે આવી પહોંચ્યાં હતાં અને જ્યાં ઉપરોક્ત મહિલા સહિત ત્રણ ઈસમો વિરૂધ્ધ સગીરાના વાલી વારસ દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.