વિજેતા ઉમેદવારોમાં અને તેમના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો : દાહોદ જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયતની સીટો પૈકી બે ભાજપને એક અપક્ષને ફાળે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૫

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ તાલુકા પંચાયત સીટ પર ગત રોજ મતદાન યોજાયું હતું અને આજરોજ આ ત્રણે તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર થવા પામ્યો છે જેમાં ત્રણ પૈકી બે સીટો પર ભાજપે કબ્જો જમાવ્યો છે અને એક સીટ પર અપક્ષે કબજો જમાવ્યો છે જેમાં દેવગઢ બારિયા તાલુકાની કેલીયા તાલુકા પંચાયત સીટ પર ભાજપે વિજય મેળવ્યો છે તેવી જ રીતે દાહોદ તાલુકામાં આવેલ આગાવાડા પંચાયત સીટ પર પણ ભાજપે કબ્જો જમાવ્યો છે ત્યારે ગરબાડા તાલુકામાં આવેલ સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત સીટ પર અપક્ષ કબજો જમાવ્યો છે.

દાહોદ જિલ્લામાં આવેલ ૩ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનુ મતદાન ગત રોજ યોજાયું હતું જેમાં દેવગઢ બારિયા તાલુકામાં આવેલ કેલીયા તાલુકા પંચાયત સીટ દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત સીટ અને ગરબાડા તાલુકામાં આવેલ સીમલીયા બુઝર્ગ તાલુકા પંચાયત સીટ માટે ગત રોજ મતદાન થયું હતું આજરોજ આ ત્રણે તાલુકા પંચાયત સીટ નું પરિણામ જાહેર થયું હતું જેમાં બે સીટો પર ભાજપે કબ્જો જમાવ્યો હતો ત્યારે એક સીટ પર અપક્ષ કબજો જમાવ્યો છે.

દેવગઢ બારિયા તાલુકાના કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કુલ મતદાન 4058 જેમાં કોંગ્રેસ પક્ષને 248 મત જયારે ભાજપને 3710 મત અને નોટામાં 100 મત જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462મતની લીડથી વિજય મેળવ્યો હતો. ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપે કેલીયા પંચાયતની બેઠક જાળવી રાખી ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયત સભ્યો તેમજ તાલુકા પંચાયત કાર્યકરોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

દાહોદ તાલુકામાં આવેલ આગાવાડા તાલુકા પંચાયત સીટમાં પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો.

ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ સીટની વાત કરીએ તો ત્યાં અપક્ષ બાજી મારી ગઈ છે જેમાં અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયા 859 મતોથી વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: