જૂની સુરેલી પ્રા.શાળા ખાતે તિથિ ભોજન સમારંભ યોજાયો
રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર
પંચમહાલ ના શહેરા તાલુકાની જૂની સુરેલી પ્રા.શાળા ખાતે વણઝારા વસંતભાઈ દ્વારા તિથિ ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો.શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ શાળામાં ભોજન કર્યું હતું.સંચાલક મંજુલાબેન અરવિંદભાઈ દ્વારા બાળકોને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.બાળકોએ ભોજન આરોગી કાર્યક્રમમાં સહભગી બન્યા હતા.