ઝાલોદના વરોડ ટોલનાકા પર દારૂ પીધેલ હાલતમાં કાર ચાલકે ટોલનાકા પરના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી : સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૦
દાહોદની રેલ્વે કોલોનીમાં અકસ્માતના કારણે બંધ પડેલો રોડ રેલ્વે વિભાગ દ્વારા ચાર મહિનાના લાંબા સમયગાળા બાદ પુનઃ ફરીથી આમ જનતા માટે આ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેટલાંક મહિનાઓ અગાઉ રેલ્વે કોલોનીમાં સાત બંગલા અને અન્ય ગામડાઓમાં જવાના માર્ગ વચ્ચે રીક્ષા ટેમ્પો અને રેલ્વે કારખાનામાં જતા એન્જીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો તે બાદ રતલામ રેલ્વે ડી.આર.એમ. ના આદેશો બાદ તે રેલ્વે લાઈન અને રોડ વચ્ચે ફાટક મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જેથી રેલ્વે કોલોની સાત બંગલા રેટિયા જેકોટ વાંદરીયા જેવા ગામડાઓમાં જવા માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તેથી રેટિયા જેકોટ વાંદરીયા કાલીતળાઈ છાપરી ગામના સરપંચોએ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરને રજુઆત કરી હતી તેમજ જિલ્લા કલેક્ટરને તેમજ મુંબઈના જીએમને રતલામના ડી.આર.એમ. ને અને દાહોદના સી.ડબલ્યુ.એમ. ને વેસ્ટર્ન રેલ્વે ઈમ્પ્લોઈઝ યુનિયન દ્રારા આવેદન પત્ર આપી આ રોડ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી હતી તે બાદ મુંબઈ રેલ્વે પ્રબંધક તેમજ રતલામ ડી.આર.એમ. ના આદેશો બાદ આજ રોજ રેલ્વે કોલોનીમાં બંધ કરાયેલા રોડને ફરીથી આમ નાગરિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય સુધીરભાઈ લાલપુરવાલાના હસ્તે રોડ ખુલ્લો મુકવા માટેની રીબીન કાપી ત્યાંના સ્થાનિક ગ્રામ્યના લોકો વચ્ચે ખુશી જાેવા મળી હતી. રેલ્વે વિભાગ દ્વારા રોડ ખુલ્લો મુકાતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા દરેક અધિકારીઓનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.

