દાહોદ તાલુકાના ભીટોડી ગામે પોલિસની નાકાબંધી દરમ્યાન

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના ભીટોડી ગામે પોલિસની નાકાબંધી દરમ્યાન એક પીકઅપ ગાડી ત્યાથી પસાર થતાં પોલિસને શંકા જતા પીકઅપ ગાડીના ચાલક સહિત ત્રણની અટક કરી પીકઅપ ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો કુલ રૂ.૨,૧૩,૮૪૦ ના જંગી જથ્થા સાથે પીકઅપ ગાડી જપ્ત કર્યાનું જાણવા મળે છે.

જયનભાઈ સાયરભાઈ માવી (રહે.ગલાલીયાવાડ,દાહોદ), સિધ્ધાર્થ જયસ્વાલ (રહે.રાજગઢ) અને વિક્રમસિંહ ઠાકુર (રહે.ખરડુ,તા.ઝાબુઆ,મધ્ય પ્રદેશ) એમ ત્રણેય જણા એક પીકઅપ ગાડી બેસી દાહોદ તાલુકાના ભીટોડી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ભીટોડી ગામે પોલિસની નાકાબંધી દરમ્યાન પોલિસને આ પીકઅપ ગાડી ઉપર શંકા જતા પોલિસે ત્રણેયની પીકઅપ ગાડી સાથે અટક કરી હતી અને પીકઅપ ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૩૮ જેમાં કુલ બોટલો નંગ.૪૫૬ જેની કુલ કિંમત રૂ.૨,૧૩,૮૪૦ સાથે પીકઅપ ગાડી જપ્ત કરી હતી.

આ સંબંધે કતવારા પોલિસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!