દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામેથી પોલીસે રૂા.૧.૪૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ભથવાડા વાઢી ફળિયા ખાતે એક ઈસમે પોતાના ખેતરમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જાેઈ ઈસમ નાસી ગયો હતો જ્યારે પોલીસે ખેતરની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૧,૪૭,૮૫૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૬મી નવેમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા વાઢી ફળિયામાં રહેતાં પ્રદિપ ઉર્ફે ગદાલી ફતેસિંહ પટેલ (કોળી) ના મકાનની પાછળના ભાગે આવેલ પોતાના માલિકીના ખેતરમાં ઘાસના ઢગલામાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસે આ ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસને જાેઈ પ્રદીપ ઉર્ફે ગદાલી ફતેસિંદ પટેલ (કોળી) પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના ખેતરમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૧૨૦૫ કિંમત રૂા. ૧,૪૭,૮૫૦ નો પ્રોહી જથ્થો કબજાે લઈ ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!