ગ્રામ પંચાયતની ચૂટણી માટે ઇચ્છુક ઉમેદવારો સાથે સમર્થકોના ટોળા ઉમટ્યા : નાંદરવાથી બહાદુરસિંહ સોલંકીએ સરપંચની ઉમેદવારી કરી
શહેરા તારીખ 01
રીપોર્ટર ભુપેન્દ્ર વણક કર
પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ની વહેચણી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનારા ઉમેદવારોએ શહેરા ખાતે આવીને ઉમેદવારી ફોર્મ મેળવી ઉમેદવારી નોંધાવી હતી. શહેરા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ની વહેચણી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી ના માહોલ ને લઈને કચેરીઓમાં ચહલ-પહલ મચી છે.શહેરા તાલુકામાં ૫૮ જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદની ચૂંટણીઓ યોજાવાની છે.જેને લઈને સોમવારથી ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ચુટણી યોજાવાની છે.શહેરા
તાલુકા સેવા સદન ખાતે ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવતા ચૂંટણીના મહા સંગ્રામમાં પોતાનું ભાવિ ઝંપલાવવા માટે હોડે પડ્યા હતા.જેમાં નાંદરવા સીટ માટે મોટી સંખ્યામાં સમર્થકો સાથે અને ટેકેદારોની હાજરીમાં ડિપોઝિટ ભરી બહાદુરસિંહ અરવિંદસિંહ સોલંકીએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી.આ સમયે શહેર તાલુકા સેવાસદન ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર છે ત્યારે સવાર થી જ સરપંચ અને સભ્ય પદની ઉમેદવારી કરવા માટે સાથીદારો સાથે ફોર્મ લેવા શહેરા તાલુકા સેવાસદન ખાતે રાજકારણ ને લઈ ગરમાવો જોવા મળ્યો હતો.નાદરવા ગામે પણ ઇચ્છુક ઉમેદવારો માંથી પ્રથમ ફોર્મ ભરાતા હવે ધીમધીમે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળ્યું હતું.
ભૂપેન્દ્ર વણકર – શહેરા