પોલિસે ત્રણ મહિલાઓ ઉપર શંકા જતા અને તેમની પાસેના સરસામનની તલાસી લેતા
દાહોદ તા.૦૪
લીમખેડા તાલુકાના શા†ી ચોક વિસ્તાર ખાતેથી પોલિસે ત્રણ મહિલાઓ ઉપર શંકા જતા અને તેમની પાસેના સરસામનની તલાસી લેતા તેમાંથી પોલિસ કુલ રૂ.૩૨,૩૦૦ ની કુલ કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણેય મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળે છે.
મંગુડીબેન પુંજાભાઈ મુનીયા (રહે.ગોરીયા,પટેલુ ફળિયુ, તા.લીમખેડા, જિ.દાહોદ), સોનલબેન મુકેશભાઈ ભાભોર (રહે.ફુલપરી, નદી ફળિયુ, તા.લીમખેડા, જિ.દાહોદ) અને કોકીલાબેન મોહનભાઈ ભાભોર (રહે.ફુલપરી, નદી ફળિયુ, તા.લીમખેડા, જિ.દાહોદ) એમ ત્રણેય જણા ગતરોજ લીમખેડા તાલુકાના શા†ી ચોક ખાતે પોતાની સાથે થેલાઓ રાખી ઉભા હતા તે સમયે ત્યાથી પસાર થતી પોલિસને આ ત્રણેય મહિલા ઉપર શંકા જતા તેઓની પાસે જઈ તેમની પાસે રહેલ થેલાઓની તલાસી લેતા પોલિસે તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૩૮૦ જેની કુલ કિંમત રૂ.૩૨,૩૦૦ ના પ્રોહી જથ્થા સાથે લીમખેડા પોલિસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.