નાંદરવા કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા દ્વારા વિધાર્થીઓ માટે ભોજન સમારંભ યોજાયો

રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર





શહેરા તા.૦૯

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ  કેન્દ્રવર્તી શાળા નાંદરવા ના શિક્ષિકા મનહરબેન કંચલાલ પટેલ દ્વારા મધ્યાહન ભોજન હાલ બંધ છે ત્યારે શિક્ષિકાએ વિદ્યાર્થીઓના બપોરના ભોજન માટે પોતાની ઈચ્છાથી આયોજન કરવામાં આવ્યુ હતું. શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના ૨૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓને મનહરબેન પટેલ દ્વારા રાખવામાં આવેલ ભોજન સમારંભ નો લાભ લીધો હતો.ભોજન સમારંભ ના આયોજનમાં મદદરૂપ શાળાના આચાર્ય નીતિનભાઈ બારીઆ, હરીશભાઈ પટેલ,સુખદેવભાઈ,કૌશિકભાઈ,હિતેશભાઈ,પ્રવીણભાઈ,નયનાબેન,ખ્યાતિબેન સોની અને જશવંતભાઈ પગી અને સમગ્ર સ્તફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વિદ્યાર્થીઓ ૨૦ માસ પછી શાળાઓમાં શિક્ષણ માટે સરકાર ની ગાઈડ લાઈન મુજબ શાળામાં આવતા થયા છે ત્યારે સરકાર વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી વહેલી તકે મધ્યાહન ભોજન શાળાઓમાં ચાલુ કરે તેવી વાલીઓ પણ માઘણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!