સોશીયલ મીડીયામાં એક વિડીયો જેમાં પરણિત યુવક અને પરણિત યુવતીને દોરડાથી બાંધી તેમજ

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના કાળીયા ગામમા ગત તા.૨૬ અને ૨૭ ના રોજ એમ બે દિવસ સોશીયલ મીડીયામાં એક વિડીયો જેમાં પરણિત યુવક અને પરણિત યુવતીને દોરડાથી બાંધી તેમજ નગ્ન કરી કેટલાક લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની વાઈરલ વીડીયોથી દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી મુક્યો હતો. આ બનાવની દાહોદ જિલ્લા પોલિસે તટસ્ટ રીતે તપાસ હાથ ધરતા ફતેપુરા તાલુકાના કાળીયા ગામનો બનાવ હોવાનું સામે આવ્યુ હતુ અને જેમાં યુવક અને યુવતી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોઈ ભાગી ગયા હતા અને યુવકના પરિવારજનો તેમજ કેટલાક ગ્રામજનો દ્વારા આ બંન્ને માર મારમાં આવતો હતો. આ બાદ એક્શનમાં આવેલ પોલિસે પાંચ જેટલા ઈસમો અટક કરી હતી જે પૈકી આજરોજ આ આ તમામને દાહોદ સેશન્સ કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામે આજથી એકાદ સપ્તાહ પહેલા એક પરણિત યુવક તેમજ એક પરણિત યુવતીને દોરડાથી બાંધી સ્થાનિક ચહેરાઓની હાજરીમા કેટલાક ઈસમોએ આ બંન્ને નગ્ન કરી બેરહમી પૂર્વક ડંડાઓના સપાટાઓથી એટલી હદે બિભત્સ હદે માર મારવામા આવી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થતાવેંત દાહોદ જિલ્લાં.પોલીસ વડા હિતેષ જાયસર અને પોલીસ અધિકારીઓના કાફલાની ગાડીઓ કાળીયા ગામમા ખડકાઇ ગઇ હતી અને અધમૂવા બની ગયેલા આ પ્રેમી પંખીડાઓને બંધન મુકત કરાવીને પારેવા માફક ફફડતા આ લવ વર્ડ જેવા પ્રેમી પંખીડાઓને પોલીસ મથકમા લાવીને હિરોગીરી દેખાડનારા આ અત્યાચારીઓને કાયદો હંમેશા સખ્ત છે આ કાર્યવાહિઓમા પોલીસ તંત્ર ધ્વારા કાળીયા ગામમા સર્ચ ઓપરેશન હાથ ધરતા આ ચહેરાઓમા નાસભાગ સર્જાઇ હતી. આ બાદ એક્શનમાં આવેલ પોલિસે આ ઘટનામાં સંડોવાયેલ નિલેશભાઈ પારસીંગભાઈ મછાર, જેતીભાઈ વલજીભાઈ મછાર, રાજુભાઈ તેરસીંગભાઈ મછાર, રઘુભાઈ ધુળાભાઈ મછાર(તમામ રહે.કાળીયા,તા.ફતેપુરા,જિ.દાહોદ) અને મિનેશભાઈ પારસીંગભાઈ તાવીયાડ (રહે.લખણપુર,તા.ફતેપુરા, જિ.દાહોદ) એમ પાંચેય જણાની અટક કરી હતી. આ બાદ આજરોજ આ પાંચેયને દાહોદ સેશન્સ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ પાસાઓ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ઉપરોક્ત પાંચેય ઈસમોની જામીન અરજીનો સખ્ત વિરોધ કરી, દાહોદ સેશન્સ કોર્ટના જજના ચુકાદા અનુસાર, ઈસમોએ કાયદો હાથમાં લઈ ખુલ્લી બજારમાં આ પ્રેમી પંખીડાઓને જાહેરમાં માર મારેલ છે અને આ ઘટનાની તપાસ ઘનિષ્ટ તબક્કામાં છે, આવા ઈસમોને જામીન આપવામાં આવે તો કાયદો હાથમાં લેનાર ગુન્હેગારોને કોઈ ડર રહેશે નહી અને આવા ગુનાઓ કરતાં ઈસમોને પ્રોત્સાહન મળશે અને સમાજમાં ખોટો મેસેજ જશે, તેમ દલિલોના આધારે ચુકાદો આપી ઉપરોક્ત પાંચેય ઈસમોના જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: