દાહોદ તાલુકાના રોઝમ ગામે ઈન્દૌર અમદાવાદ હાઈવે પરનો બનાવ : ફોર વ્હીલર ગાડી અને મોટરસાઈકલ સામસામે ભટકાતા મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના રોઝમ ગામના બસ સ્ટેન્ડ નજીક ફોર વહીલર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયો ગમખવાર અકસ્માત મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
દાહોદ તાલુકના રોઝમ ગામના ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પેસેન્જર ક્રુઝર ગાડી અને અપાચી મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાઇકલ ચાલક ૨૫ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મોટર સાઇકલ ચાલક ગરબાડા તાલુકાના ભીલવા ગામનો રહેવાસી છે અને પોતાના કબ્જાની મોટરસાઇકલ લઈને રોઝમ ગામે કઈ કામ કર્થે જતો હતો તે સમયે આગળ ચાલતી ક્રુઝર ગાડી ની પાછળના ભાગે ધડાકા ભેર અથડાતા મોટરસાઇકલ સાઇકલ ચાલક જમીન પર પડકાંતા મોટરસાઇકલ ચાલકને શરીરે હાથ પગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળ ઉપરજમોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું હતું જયારે ક્રુઝર ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો અકસ્માતનિ જાણ દાહોદ તાલુકા પોલીસને થતા તાલૂકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનરની ડેડબોડી ને નગર પાલિકાની ડેડબોડી વાહનમાં દાહોદના સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા અને હાઇવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ અને વાન ગાડી પણ ઘટના સ્થળે આવી પહોંયા હતા અને અકસ્માત વાળા રોડને કિલયર કરી રોકાયેલા ટ્રાફિકને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!