આશ ફાઉન્ડેશનનો વાર્ષિકોત્સવ ઊજવાયો: વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને બહેનોને રસોઈ કીટનું વિતરણ

નરેશ ગનવાણી નડિયાદ

ઉત્તરસંડા ખાતે કાર્યરત આશ ફાઉન્ડેશન સંસ્થાનો વાર્ષિકોત્સવ ‘આકાશ હોલ’ ખાતે ઊજવવામાં આવ્યો હતો. આ સમારંભમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી અને સંસ્થાના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિ
કાર્યક્રમના પ્રમુખ સ્થાને જશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય મુખ્ય મહેમાનો તરીકે ડો. કે. પી. રાજભારતી, નાગરિક સમિતિના પ્રમુખ એડવોકેટ નરેન્દ્ર નકુમ, એડવોકેટ અશોક મહિડા, એડવોકેટ દિનેશકાન્ત ડાભી, ઉત્તરસંડાના પૂર્વ સરપંચ આયુષ પટેલ અને પીપલગ કેળવણી મંડળના પ્રમુખ જે. ડી. સરકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવના આ પાવન પ્રસંગે સંસ્થા દ્વારા સમાજ કલ્યાણના ઉમદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોના વરદ હસ્તે વિવિધ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાનું શિક્ષણ કાર્ય સરળતાથી આગળ વધારી શકે. આ ઉપરાંત, વિધવા બહેનોને જીવન જરૂરિયાતની રસોઈ કીટ આપીને સહાય કરવામાં આવી હતી. સમગ્ર વાર્ષિકોત્સવના કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના સ્થાપક રજનીકાંત મેકવાને કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન અને સ્વાગત પ્રવચન મહેશ મેકવાને દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!