ખેડા એલ.સી.બી. પોલીસે કઠલાલ નજીક જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાની  એલસીબીની ટીમે કઠલાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૨૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એલસીબી સ્ટાફના હેડ.કો. ગીરીશભાઇ અંબાલાલ અને પો.કો. શૈલેષકુમાર અર્જુનભાઇને બાતમી મળી હતી કે, ખડાલ ગામના સીમ વિસ્તારમાં આવેલ સિધ્ધરાજસીંહ જશવંતસીંહ ઝાલાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાથી હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
આ માહિતીના આધારે, એલસીબી સ્ટાફના માણસો એ કઠલાલ ચોકડી નજીક બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા કુલ ૮ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં સીધ્ધરાજસીંહ જશવંતસીંહ ઝાલા (રહે. ખડાલ, કઠલાલ) હસમુખભાઇ અર્જુનભાઇ બોરીસર (રહે. ચાંદખેડા, અમદાવાદ)
ફીરોજખા ચાંદખા રંગરેજ (રહે. બોમ્બે હોટલ, ફૈજલ પાર્ક, અમદાવાદ) અનવરહુસેન ઇસ્માઇલભાઇ સંધી (રહે. ગોમતીપુર, અમદાવાદ) ગુલાબજી લાલાજી સોલંકી (રહે. હીલોલ, ગાંધીનગર) વિક્રમસીંહ માધુસીંહ ઝાલા (રહે. ખડાલ, કઠલાલ) પ્રવીણસીંહ તેજાજી રાઠોડ (રહે. દેવકરણના મુવાડા, ગાંધીનગર) જગાજી શનાજી ઠાકોર (રહે. કનીપુર, મોટી ફળી, તા. દહેગામ, ગાંધીનગર) પોલીસે પકડાયેલા તમામ ઇસમોની અંગ જડતીમાંથી રોકડા રૂ. ૧૯,૧૦૦ અને દાવ પરના રૂ. ૨,૨૦૦ મળીને કુલ રૂ. ૨૧,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ ઇસમો વિરુદ્ધ કઠલાલ પો.સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!