નડિયાદમાં સ્વચ્છતા ભંગ બદલ બે વેપારીઓ પાસેથી રૂ. ૧૦ હજાર નો દંડ વસૂલાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન, જાહેર સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેલા અને ગંદકી ફેલાવતા વેપારી એકમો સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાયું હતું કે, બાટા ફૂટવેર, (સંતરામ રોડ, સંગીતા ગેરેજની બાજુમાં, નડિયાદ) એન.કે. ઓટો સર્વિસ હોન્ડા, (ડી-માર્ટ સામે, ઉત્તરસંડા રોડ, નડિયાદ) દ્વારા કોલેજ રોડ આવેલ કેનાલના ખાડામાં કચરો નાંખી જાહેરમાં ગંદકી કરવામાં આવતી હતી,
જાહેર સ્થળે કચરો ફેંકી ગંદકી ફેલાવવા બદલ, નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાટા ફૂટવેરના માલિક પાસેથી રૂ. ૫ હજાર નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ, એન.કે. ઓટો સર્વિસ હોન્ડાના માલિક પાસેથી પણ રૂ. ૫ હજાર નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. ૧૦ હજાર ની દંડ વસૂલાત કરવામાં આવી છે.

