દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બે મોટરસાઈકલો સામસામે ભટકાતાં એકનું મોત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એક મોટરસાઈકલ ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાનું જ્યારે અન્ય મોટરસાઈકલના ચાલકને શરીરે ઈજાઓ પહોંચ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૮મી જાન્યુઆરીના રોજ ઝાલોદ તાલુકાના થેરકા ગામે માળ ફળિયામાં રહેતાં જવાનસીંગભાઈ મગનભાઈ વાદી (ઉ.વ.આશરે ૫૦) ના તેઓની કબજાની મોટરસાઈકલ લઈ મીરાખેડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાંથી અન્ય એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો અને જવાનસીંગભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાતાં જવાનસીંગભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેતેઓનું મોત નીપજ્યું હતું જ્યારે સામેની મોટરસાઈકલ ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.
આ સંબંધે થેરકા ગામે માળ ફળિયામાં રહેતાં અરવિંદભાઈ ચંદુભાઈ વાદીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.