દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી જાન્યુઆરીના રોજ એક આઈસર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે માળી ફળિયામાં રહેતાં જેસીંગભાઈ ચુનીયાભાઈ ગરાસીયાને અડફેટમાં લેતાં જેસીંગભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે લીમડીયા ગામે માળી ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ જેસીંગભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના બાંસવાડા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૨મી જાન્યુઆરીના રોજ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ નારસીંગભાઈ (રહે. બાંસવાડા, રાજસ્થાન) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં નારસીંગભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બાંસવાડા ખાતે રહેતાં ભરતભાઈ હુરજીભાઈ રાવતે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: