દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતને બે બનાવોમાં બેના મોત નીપજ્યાં : બે બાળકોને ઈજા પહોંચી
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જ્યારે બે બાળકોને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકામાંથી પસાર થતો રળીયાતી ગુર્જરથી લીમડી જતાં માર્ગ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૧ ફેબ્રુઆરીના રોજ સંજયભાઈ મતાભાઈ ડામોર (રહે. ટાઢાગોળા, મહુડા ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) ના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને સંજયભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ટાઢાગોળા ગામે મહુડા ફળિયામાં રહેતાં કમલેશભાઈ મતાભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના દાભડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે સમયે ત્યાંથી એક પેસેન્જર ભરેલ છકડો પસાર થતાં પેસેન્જર ભરેલ છકડાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને તેમાં સવાર પ્રવિણભાઈ સોમાભાઈ ડામોર (રહે. નીનામાના ખાખરીયા, કાળીયા ચોકડી ફળિયુ,ં તા.લીમખેડા, જિ.દાહોદ) ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે એક ૧૦ વર્ષીય બાળક શ્રેયાંશકુમાર હિંમતભાઈ નિનામા અને એક ૧૩ વર્ષીય બાળકી ભુમીબેન હિંમતભાઈ નિનામાને શરીરે ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે નીનામાના ખાખરીયા ગામે કાળીયા ચોકડી ફળિયામાં રહેતાં બાબુભાઈ ભુરાભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.